દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ ના પતિ સુરેશભાઈ ગોહીલ દ્વારા આજ રોજ 18.03.2023 ને શનિવાર ના રોજ મીઠાપુર ટાટા કંપનીના ગેટ સામે આવેલ શ્રીચમત્કારિક હનુમાન મંદિર ખાતે ભવ્ય નૂતન ધ્વજારોણ કરવામાં આવેલ હતું આ ધાર્મિક પ્રસંગે ઓખાનગર પાલિકા પ્રમુખ ઉષાબેન ગોહીલ તેમજ નગરપાલિકા સદસ્ય ભાસ્કરભાઈ મોદી જ્યારે આ ધ્વજા ની પૂજા વિધિ શૈલેષ મહારાજ અત્રી દ્વારા કરવામાં આવી હતી આતકે ચમત્કારિક હનુમાન મંદિરના કમિટી મેમ્બરો તથા ભક્તો હાજર રહ્યા હતા (રીપોર્ટ -કમલેશ આર.પારેખ મીઠાપુર)