જુનાગઢ તા.22 : જુનાગઢ જીલ્લામાં 2021ની સાલમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભેંસાણ તાલુકા પંચાયતમાં કોંગીના સિમ્બોલ પર 16માંતી 9 સભ્યો વિજેતા થયા હતા. જેમાં હાલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના મામલે 7 સભ્યોને સસ્પેન્ડ કરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રમુખ પદે રમાબેન ભાવેશભાઈ ત્રાપસીયાની પસંદગી થયેલ, તેઓના બે વર્ષના શાસનકાળમાં 7 સભ્યોએ તેમના વિરોધમાં અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી જે અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા રમાબેન ત્રાપસીયાએ રાજીનામું આપી દીધેલ. જેના કારણે જુનાગઢ જીલ્લામાં એક માત્ર કોંગ્રેસની તાલુકા પંચાયત હતી તે પણ ગુમાવવી પડી હતી.
જેમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ભેંસાણ તાલુકા પંચાયતની સભ્યો સુધાબેન ભેસાણીયા (ભેંસાણ-2) શીલુ રેખાબેન હસમુખભાઈ ભેસાણ, મુકેશભાઈ બાબુભાઈ સતાસીયા (ઢોળવા-7) ઠુમ્મર રવજીભાઈ રણછોડભાઈ ગળથ-8) ભુવા સ્વાતીબેન આશીષભાઈ ખંભાળીયા-11, (રાણપુર-1) અને દીલુભાઈ દેવાયતભાઈ વાંક (રાણપુર) (2) સહિત કુલ 7ને પક્ષ વિરોધી પ્રવૃતી બદલ ગુજરાત પ્રદેશ કોંગી દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયાનું જીલ્લા કોંગી પ્રમુખ ભરતભાઈ અમીપરાએ જણાવ્યું છે.