દેવભૂમિ દ્વારકામાં તા.3ના રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

22 March 2023 02:28 PM
Jamnagar
  • દેવભૂમિ દ્વારકામાં તા.3ના રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે
  • દેવભૂમિ દ્વારકામાં તા.3ના રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

જામખંભાળિયા,તા.22
દેવભૂમિ દ્વારકામાં આગામી તારીખ ત્રીજી એપ્રિલને સોમવારના રોજ રુક્ષ્મણીજીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 30 માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા હતા. જે પૌરાણિક મહાત્મ્યને પુન: ઉજાગર કરવા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. દ્વારકામાં તા. 3 ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા, મલ્ટી મીડિયા શો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં રૂકમણીજીના સ્વાગત કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગોના અધિકારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી એસોસીએશન, હોટેલ એસોસીએશન, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશનના આગેવાનો સહિતના સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનની તૈયારીઓ માટે દ્વારકા તથા કલ્યાણપુરના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement