જામનગર તા.22:
જામનગરમાં આયુર્વેદ સંસ્થાન આઈટીઆરએ દ્વારા તા.18થી શરુ થયેલા મીલેટ્સ એક્સ્પોમાં પીરસાતી દરેક વાનગીની કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે. તેવી માંગણી જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થાએ રાજ્યના આરોગ્ય સચિવ, આઈટીઆરએના સ્થાનિક ડાયરેક્ટર અને મ્યુ. કમિશનર સમક્ષ ઈમેઈલ દ્વારા કરી છે.
ગ્રાહક સંસ્થાના મંત્રી કિશોરભાઈ મજીટીયાએ અધિકારીઓને મોકલેલા ઈમેઈલમાં જણાવાયું છે કે, અગાઉ આઈટીઆરએની આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીઓને પીવાના પાણીની, પાણીના ગ્લાસની કે જગની વ્યવસ્થા નથી, વાસ મારતું પાણી આવે છે.
ટોઈલેટ-બાથરુમની હાલત ખરાબ હોવાથી તેમજ ડોક્ટરો ગેરહાજર રહે છે. આરોગ્ય સ્ટાફ બાજુના વોર્ડમાં ગપાટા મારવા ચાલ્યો જતો હોવાથી દર્દીઓને કે સગાને સ્ટાફને ગોતવા જવું પડે છે. સરવાળે દર્દીઓને મુશ્કેલી પડે છે. આ અંગે આર.એમ.ઓ.ને પણ ફરિયાદ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આમાં ડાયરેક્ટરનું ચાલશે. હવે આયુર્વેદ ધાન્ય મેળો યોજે તે આવકારદાયક છે.
પરંતુ મંડપો, કમાનો અને સ્ટોલના કોન્ટ્રાક્ટરોના તથા ખર્ચાઓમાં ગેરરિતિ ન થાય તે જોવાની જવાબદારી અધિકારીઓની છે. મહાનગરપાલિકા દ્વારા દરેક સ્ટોલમાં મળતા ધાન્યની ચકાસણી કરીને તેની લેબોરેટરી કરાવવામાં આવે તે જરુરી જણાય છે. આ મેળાના આયોજનમાં જે રકમની બચત થાય તે 2કમ કાયમી ધોરણે હોસ્પિટલના દદીઓની સુવિધાઓ માટે ફાળવવામાં આવે તેવી માંગણી ગ્રાહક સંસ્થાએ કરી છે.