જામનગર તા.22: જામનગર તાલુકાના ખંભાલીડા ગામ નજીકથી કારમાંથી પોલીસે દારૂ અને બિયરના ટીનનો જથ્થો ઝડપી લીધો હતો આ દરમિયાન આરોપી પકો હાજર ન મળતા પોલીસે તેને ફરાર જાહેર કરી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર જામનગરના ખંભાલીડા ગામ પાસે આવેલ બસ સ્ટેન્ડ નજીકથી વોક્સવેગન પોલો રજીસ્ટર નંબર એમેચ 02 વાયબી 0791 કારની તપાસ કરતા કારમાંથી 1600 રૂપિયાની કિંમતની 4 બોટલ દારૂ અને 6 ટીન બિયરનો જથ્થો ઝડપાયો હતો.
જેને પગલે પોલીસે કાર, મોબાઈલ,દારૂ સહિત 1.12 લાખ રૂપિયાનોનો મુદામાલ કબ્જે કર્યો હતો. જેમાં આરોપી પરાક્રમસિંહ ઉર્ફે પકો જાડેજા (રહે.ખંભાલીડ)નું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી કાર્યવાહી આગળ ધપાવી છે.