જામનગર તા.22: જામનગરમાં અપમૃત્યનો વધુ એક કિસ્સો નોંધાયો છે. જેમાં દરેડ ગામે આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. જે અંગે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી આગળ ધપાવી હતી.
અપમૃત્યુ મૃત્યુના આ કિસ્સા મામલે પંચકોષી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર દરેડ ગામે આવેલ ગોકુલધામ સોસાયટીના શેરી નંબર એકમાં રહેતા દિનેશભાઈ ભુરાભાઈ સાદીયા નામના 50 વર્ષીય આધેડે તા. 21 ના રોજ અકળ કારણોસર કંટાળી જાય પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે મામલે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને લઈને કપિલભાઈ દિનેશભાઈ સાદીયાએ પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની દિશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.