ધ્રોલમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરને ખૂનની ધમકી અપાયાની નોંધાતી ફરિયાદ

22 March 2023 03:17 PM
Jamnagar
  • ધ્રોલમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરને ખૂનની ધમકી અપાયાની નોંધાતી ફરિયાદ

જામનગર તા.22:
જામનગરના ધ્રોલ તાલુકા ખાતે પીજીવીસીએલના નાયબ ઈજનેરને જાનથી પતાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં આરોપી બંધુએ અડધા લાખનું વીજ બીલ નહિ ભરતા તેનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતુ. બાદમાં વીજ કંપનીના કર્મચારીઓ ગ્રાહકનું વીજ મીટર કબજે કરવા ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ધ્રોલ પોલીસે ગ્રાહક સામે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ મામલે જાણવા મળતી વિગત અનુઆર ધ્રોલ ખાતે જોડીયા-રાજકોટ રોડ પર રહેતા મકાન માલિક કાનજીભાઈ લાલજીભાઈએ છેલ્લા એક વર્ષની રૂપિયા 50 હજાર ઉપરાંતનું વીજ બીલ નહી ભરતા વીજ તંત્ર દ્વારા તેમનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પીજીવીસીએલમાં નાયબ ઈજનેર રાકેશભાઈ ઠકરાર અને તેની ટીમ ગઈ કાલે તા.21/03/2023નાર રોજ વીજ મીટર કબજે લેવા પહોંચી હતી. આ દરમિયાન કાનજીભાઈ લાલજીભાઈ પઢીયાર અને ગોવિંદભાઇ લાલજીભાઈ પઢીયારએ લાકડી સાથે ઉભા રહી ફરજમા રુકાવટ કરી હતી. બાદમાં ઈજનેર રાકેશભાઈ ઠકરારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેને લઈને મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરજમા રુકાવટ અંગે ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

મહત્વનું છે કે એક બાજુ વીજ કર્મચારીએ ‘રસિયો રૂપાળો બીલ ભરતો નથી’ ગિત ગાઈવીજ બીલ નહિ ભરતા ગ્રાહકોને ટકરો કરી હતી. જેના જવાબમાં અન્ય ખેડૂતો પણ વીડિયો બનાવી જવાબ આપી રહ્યા છે ત્યારે આ કિસ્સો હાલ જિલ્લાભરમાં ગાજી રહ્યો છે.


Advertisement
Advertisement