(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા. 22
ભારતના સપૂત વીર ભગતસિંહના નિર્વાણ દિન નિમિત્તે આવતીકાલ તા. 23 માર્ચના રોજ ઉજ્વતા શહીદ દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપવાના આશય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયના વળપણ હેઠળ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગતઆવતીકાલે ગુરુવારે સવારે 9:30 વાગ્યાથી અહીંના પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ સેવા કાર્યમાં સહભાગી થવા તથા રક્તદાન કરવા જિલ્લાના રક્તદાતાઓને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.