► વિદેશમાં નાણા મોકલવા પર હાલના 5%ના બદલે 20% ટેક્ષ કલેકશન એટ સોર્સ ઉંચા સ્ટાર્ટઅપને એંજલ ટેક્ષમાંથી રાહત અપાશે: રાજયસભા પણ બજેટ પર મંજુરીની મહોર મારશે
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર તથા વિપક્ષ વચ્ચે રાહુલ ગાંધીની માફીના મુદે સર્જાયેલી સંસદ સ્થગીત જ સ્થિતિ વચ્ચે હવે આવતીકાલે લોકસભામાં બજેટ ચર્ચા થશે અને બાદમાં બજેટ ફાયનાન્સ બિલ 2023/24 ને મંજુરી માટે રાજયસભામાં મોકલી આપશે. આ બાદ લોકસભામાં બજેટ પ્રક્રિયા પુરી થયેલી ગણાશે અને રાજયસભાએ તા.14 દિવસમાં પરત કરવાનું હોય છે. જો તે આ ડેડલાઈન ચુકી જાય તો બજેટને રાજયસભાએ મંજુરી આપી દીધી તેવું ગણાશે.
આવતીકાલની લોકસભાની કામગીરીમાં નાણામંત્રી નિર્મલા સીતારામ ફાયનાન્સ બિલ આગળ ધપાવશે જે બજેટની જાહેરાતોની લોકસભાને મંજુરી માંગશે અને તે બાદ તા.1ના રજૂ થયેલું બજેટ મંજુર કરાવશે. લોકસભામાં એનડીએની બહુમતી છે તેથી બજેટ મંજુરીમાં કોઈ પ્રશ્ર્ન નથી પણ તેના પર ચર્ચા થાય છે
કે ધમાલ વચ્ચે મંજુરી મેળવાઈ લેવાશે તેના પર નજર છે. બજેટમાં મોટાભાગના પ્રસ્તાવને મંજુરી મળશે પણ ખાસ કરીને વિદેશ નાણા મોકલાયા છે. હાલ રૂા.7 લાખથી ઉપરની રકમમાં 5% ના બદલે 20%નો જે ટીસીએસની જોગવાઈ છે. ઉપરાંત વિદેશી ટુર પેકેજ પર અને જે આ 20%નો કર લાગુ થશે તેમાં ફેરફાર થઈ શકે છે.
બીજો સ્ટાર્ટઅપ ને જે એન્જલ ટેક્ષ હેઠળ આવરી લેવાય છે તથા અનલીમીટેડ કંપનીઓને તેના શેર વિદેશી રોકાણકારોને જે પ્રીમીયમથી વેચવા માટે અન્ય સ્ત્રોતની આવક હેઠળ લેવાઈ છે. તેના પર 20% એન્જલ ટેક્ષનો પ્રસ્તાવ છે. જો કે સરકારે તે હવે સ્ટાર્ટઅપ જે ડિપાર્ટમેન્ટ દ્વારા માન્ય હોય તેને મુક્તિ આપવાની જાહેરાત કરશે. આ ઉપરાંત વિમા પ્રિમીયમમાં વાર્ષિક 5 લાખ કે તેથી વધુના પ્રીમીયમ છે ને જે મેચ્યોરીટી રકમ આવે તેને અન્ય સ્ત્રોતની આવક તરીકે ગણવાની દરખાસ્ત છે.