મુંબઈ: રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તમામ બેન્કોને તા.31 માર્ચના રોજ તેના કામકાજના સમય સુધી બેન્કીંગ કામકાજ યથાવત રાખવા સૂચના આપી છે. માર્ચ એન્ડીંગના કારણે ખાસ કરીને સરકારી વ્યવહારો જે તે નાણાકીય વર્ષમાંજ પુરા થાય તે જોવા માટે પણ આરબીઆઈએ ખાસ તાકીદ કરી છે.
આ ઉપરાંત ‘નીફટ’ તથા આરટીજીએસ મારફત થતા વ્યવહારો તા.31 માર્ચના રાત્રીના 12 વાગ્યા સુધી થઈ શકશે અને બેન્કોને જરૂર પડે તો સરકારી ચેકો કલીયર કરવા માટે ખાસ કલીયરીંગ પણ યોજવાની છૂટ આપી છે. આ અંગે રીઝર્વ બેન્ક અલગથી એક આદેશ ઈસ્યુ કરશે.
રીઝર્વ બેન્કે આ ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારના વ્યવહારો જેમાં જીએસટી અને ટીઆઈએન 2.0-ઈ રીસીપ્ટ તથા અન્ય ફાઈલ માટેની વિન્ડો તા.1 એપ્રિલ બપોરના 12 સુધી ખુલ્લી રહેશે અને એક સરકારી નાણાકીય વ્યવહારો જે બેન્ક સંબંધીત હોય તે 2022/23 ના વર્ષમાં અંતે પેન્ડીંગ ન રહે તે જોવા પણ જણાવ્યું છે.