મુંબઇ : બોલિવુડના એકટર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇ તરફથી મળી રહેલી ધમકીને પગલે તેની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવાઇ છે. તેના ગેલેકસી એપાર્ટમેન્ટ નિવાસની બહાર પોલીસ ના અનેક જવાનો તૈનાત છે. હવે એવા ખબર આવ્યા છે કે સલમાનને આ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પસંદ નથી આવી રહી.
સલમાન ખાનના પરિવાર અને તેના નજીકના મિત્રે જણાવ્યું હતું કે સલમાન કાં તો ધમકીને સામાન્ય રીતે ધ્યાનમાં લે છે અથવા તો સામાન્ય રહેવાનો દેખાવ કરે છે. એટલા માટે કે તેનો પરિવાર ટેન્શનમાં ન આવે સલમાને પરિવારના દબાણના કારણે બહારના બધા પ્લાન કેન્સલ કરી દીધા છે, ત્યાં સુધી કે શુટીંગ અને પ્રમોશન પણ રોકી દીધા છે. એકટરના નજીકના લોકોએ જણાવ્યું હતું કે સલમાનને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા નથી ગમતી.
સલમાનના એક મિત્રે જણાવ્યું હતું કે સલમાનને એવું લાગે છે કે આ ધમકી પર જેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એનાથી એવું લાગે છે કે ધમકી આપનાર શખ્સને આપણે ધ્યાન આપી રહ્યા છીએ. આથી તો ધમકી આપનારને એવું લાગશે કે તે તેના પ્લાનમાં સફળ થઇ ગયો. પણ સલમાન નીડર છે તેનું કહેવું છે કે જે થવાનું હશે તે થશે. પરંતુ ફેમિલીના પ્રેસરના કારણે સલમાને પોતાના બહારના પ્લાન કેન્સલ કરી નાખ્યા છે. તેણે માત્ર ‘કિસી કા ભાઇ, કિસી કી જાન’ ફિલ્મના પોસ્ટ પ્રોડકશન માટે સમય નિશ્ર્ચિત કર્યો છે.