જામજોધપુરમાં વા જડી સાથે ધોધમાર કમોસમી વરસાદ

22 March 2023 04:56 PM
Jamnagar Saurashtra
  • જામજોધપુરમાં વા જડી સાથે ધોધમાર કમોસમી વરસાદ

(ભરત ગોહેલ) જામજોધપુર,તા.22 : જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે બપોરે હવામાનમાં બદલાવ સાથે ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. કમોસમી વરસાદથી શેરી ગલીઓમાં પાણી વહેતા થયા હતા. જામજોધપુરમાં આજે બપોરના સમયે આકાશમાં કાળા વાદળો છવાતા વાતાવરણમાં બદલાવ સાથે વરસાદ વરસ્યો હતો. જામજોધપુર શહેર અને પાસેના શેઠવડાળા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા શેરી, ગલીઓ અને માર્ગોમાં પાણી વહેતા થયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


Related News

Advertisement
Advertisement