શેરબજારમાં ટુંકી મુવમેન્ટ; રજાનો માહોલ: સેન્સેકસ 80 પોઈન્ટ વધ્યો

22 March 2023 05:11 PM
Business India
  • શેરબજારમાં ટુંકી મુવમેન્ટ; રજાનો માહોલ: સેન્સેકસ 80 પોઈન્ટ વધ્યો

રાજકોટ તા.22 : મુંબઈ શેરબજારમાં આજે બેતરફી ટુંકી વધઘટે મિશ્ર વલણ રહ્યું હતું. સેન્સેકસમાં 80 પોઈન્ટનો સુધારો હતો. શેરબજારમાં શરુઆત પ્રોત્સાહક ટોને રહ્યા બાદ ભાવો અટવાતા રહ્યા હતા. મોટી મુવમેન્ટ ન હતી. વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલીનો ખચકાટ હતો.

અમેરિકી બેંકીંગ સંકટ હળવુ થવાના આશાવાદ છતા ભારતને ઝટકો લાગવાની આશંકાથી સાવધાની હતી. વિશ્ર્વબજારોની તેજીથી આંશિક ટેકો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આજે બેંક હોલીડેને કારણે બે દિવસનું કલીયરીંગ ભેગુ કરવામાં આવ્યુ છે. ગઈકાલે ખરીદેલો માલ આજે વેચી શકાય તેમ ન હતો તેની પણ મુવમેન્ટ અને વોલ્યુમ પર અસર હતી.

શેરબજારમાં આજે ટીસીએસ, અલ્ટ્રાટેક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, રીલાયન્સ, ટેલ્કો જેવા શેરો ઉંચકાયા હતા. જયારે ટાઈટન, એકસીસ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, નેસલે, ભારત પેટ્રો, કોલ ઈન્ડીયા, અદાણી પોર્ટમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 80 પોઈન્ટના સુધારાથી 58154 હતો તે ઉંચામાં 58418 તથા નીચામાં 58063 હતો. નિફટી 23 પોઈન્ટ વધીને 17130 હતો તે ઉંચામાં 17207 તથા નીચામાં 17107 હતો.


Related News

Advertisement
Advertisement