► નવ મહિના પહેલા રીક્ષામાં બેઠેલ મહિલાનું પર્સ ચોરી તેમાંથી મોબાઈલ કાઢી લીધો હતો,તાજેતરમાં જ ફોનમાં સીમ કાર્ડ ચડાવતા દબોચાયો
રાજકોટ તા.22 : શહેર એસઓજીની ટીમે રીક્ષામાં બેઠેલી મહિલાનો મોબાઈલ સેરવી લેનાર રીક્ષા ચાલક આરોપીને દબોચી લઈ થોરાળા પોલીસ મથકે જૂન-2022માં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ ગત તા.18/6/2022ના રોજ થોરાળા પોલીસ મથકે એક મહિલાએ ફરીયાદ નોંધાયેલી
કે તેઓ રીક્ષામાં બેઠા તે પછી મોબાઈલ સહિત તેનું પર્સ કોઈ ચોરી કરી ગયું હતું. ગુનો દાખલ થયા પછી પોલીસ તપાસમાં હતી દરમિયાન શહેર એસઓજીના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અરૂણભાઈ બાંભણીયા, મોહિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર કામગીરીમાં હતા
ત્યારે હકીકતના આધારે ચોરાઉ મોબાઈલ ફોન સાથે આરોપી સલીમ કરીમ ચીતલીયા (સીપાઈ) (ઉ.33 રહે. રેલનગર પાણીના ટાંકા પાસે સરસ્વતી સ્કૂલ પાસે, ક્રાંતિવીર સોસાયટી, સલીમ મેમણના મકાનમાં ભાડેથી)ને દબોચી લીધો હતો. આરોપીએ કબુલાત આપેલી કે રીક્ષામાં બેઠેલી મહિલાનું પર્સ ચોરી કયુર્ં હતું પછી તેમાંથી મોબાઈલ કાઢી લઈ પર્સ ફેંકી દીધુ હતું.