રાજકોટ,તા.22
ભગવતીપરામાં અને બજરંગવાડીમાં વરણીનો જુગાર રમતાં બે શખ્સોને પોલીસે દબોચી રૂ।11 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર એલ.સી.બી.ઝોન-1ના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે ચોકકસ બાતમીના આધારે સોનીબજારમાં માંડવીચોક રોડ ઉપરથી મોબાઈલમાં વોટસએપ મારફતે વરલીફીચરનો આંકલ લખી જુગાર રમાડતો સંજય નરશી ચાવડા (ઉ.વ.30) (રહે ભગવતીપરા, સુખસાગર સોસાયટી)ને દબોચી રૂ। 5 હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના એએસઆઈ ચેતન ચાવડા અને કોન્સ્ટેબલ અશોક ડાંગર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે ચોકકસ બાતમીના આધારે ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટ પાસેથી જાહેરમાં અલગ-અલગ ગ્રાહકો પાસેથી ચીઠીમાં આંકડા લખી જુગાર રમાડતા મહેબુબ ઉર્ફે મેબલો મહમદ સૈયદ (ઉ.વ.43) (રહે. બજરંગવાડી શેરી નં.14)ને દબોચી રૂ। હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.