► રાહુલને બે વર્ષ સુધીની સજા થઈ શકે: ધારાશાસ્ત્રીઓમાં દોડધામ: અપીલમાં જવાશે
સુરત તા.23 : સુરત અદાલતે આજે મોદી અટક વિવાદમાં રાહુલ ગાંધીને દોષીત જાહેર કર્યા છે. રાહુલ ગાંધી આજે સુરત અદાલતમાં હાજર રહ્યા હતા અને તેમને આઈપીસીની ધારા 500 મુજબ દોષીત જાહેર કરાયા છે હવે અદાલત સજાની જાહેરાત કરશે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રાહુલ ગાંધીએ આરોપીના પાંજરામાં ઉભા રહીને ચૂકાદો સાંભળ્યો હતો અને હવે તેમના ધારાશાસ્ત્રીઓ આગળની કાર્યવાહી અંગે વ્યસ્ત થઈ ગયા છે.
આ અગાઉના અહેવાલ મુજબ
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી’ સરનેમ પર કરેલી અણછાજતી ટીપ્પણીના કેસમાં આજે સુરતની ટ્રાયલ કોર્ટે તેનો ચૂકાદો આપશે. તેઓ આજે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ તેમનું સ્વાગત કર્યુ હતું. 2019માં લોકસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભા સમયે મોદી અટક પર ટીપ્પણી કરતા કહ્યું હતું કે એમ કેમ કે બધા ચોરની અટક મોદી જ હોય છે!
તેમના ઈશારે તે સમયે ભારતમાં બેન્કો સાથે હજારો કરોડની છેતરપીંડી કરી નાસી છુટેલા નિરવ મોદી ઉપરાંત આઈપીએલના પુર્વ ચેરમેન લલીત મોદી ભણી હતી અને નિશાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. તે સમયે રાફેલ ખરીદી પ્રકરણમાં વિપક્ષનો મોટી કટકી થઈ હોવાનો આરોપ મુકીને ચોકીદાર- ચોર હૈ નો નારો આવ્યો હતો અને વિવાદ સર્જયો હતો. રાહુલ ગાંધીના આ વિધાનો પર સુરતના ભાજપના ધારાસભ્ય અને પુર્વ મંત્રી પુણેશ મોદીએ રાહુલ ગાંધીના આ વિધાનોથી મોદી સમાજના લોકોની માનહાની કરી છે
તેમા ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ સુરતમાં ટ્રાયલ કોર્ટમાં ન્યાયમૂર્તિ એચ.એચ.વોરાની અદાલતમાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ પણ તેમાં બે વખત હાજરી આપી હતી. તેઓએ પોતાના વિધાનો પર અજ્ઞાન વ્યક્ત કરતા કહ્યું કે તેઓ નિર્દોષ છે અને તેના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. રાહુલે એ પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદી, લલીત મોદી કે નિરવ મોદીની ટીપ્પણી કરી હતી. પુરા મોદી સમાજની નહી .