નવું ટેન્શન: અર્ધસૈન્ય દળ છોડનારા જવાનોની સંખ્યામાં વધારો

23 March 2023 11:27 AM
India Top News
  • નવું ટેન્શન: અર્ધસૈન્ય દળ છોડનારા જવાનોની સંખ્યામાં વધારો

► આસામ રાઈફલ્સ, સીઆઈએસએફમાંથી રાજીનામા આપનારાના દરમાં ખાસ્સો વધારો

► છેલ્લા 5 વર્ષમાં 50155 જવાનોએ અર્ધ સૈન્ય દળમાંથી નોકરી છોડી: સમયસર પ્રમોશન ન મળવું, લાંબા સમય સુધી કઠોર તૈનાતી, પૂરતી રજા ન મળવી સહિત અનેક કારણોથી જવાનો અર્ધ સૈન્ય દળથી દૂર થઈ રહ્યા હોવાનો ખુલાસો

નવી દિલ્હી તા.23 : અર્ધ સૈન્ય દળના જવાનોની નોકરી છોડવાની સંખ્યાએ ચિંતા વધારી દીધી છે. ગૃહ સંબંધીત એક સંસદીય સમિતિનાં રિપોર્ટથી જાણવા મળ્યુ છે કે દેશના 6 અર્ધ સૈનિક દળોનાં 50155 કર્મીઓએ છેલ્લા પાંચ વર્ષમાં નોકરી છોડી દીધી છે.સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ સ્તર દળોમાં કામ કરવાની સ્થિતિને અસર કરી શકે છે.

એટલે કામ ક્રવાની સ્થિતિમાં મહત્વનાં સુધારા માટે તત્કાળ ઉપાય કરવા જોઈએ. રિપોર્ટ અનુસાર વર્ષ 2021-22 માં આસામ રાયફલ્સ અને કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ (સીઆઈએસએફ)માં નોકરી છોડવાના દરમાં વધારો થયો છે. બીએસએફ સીઆરપીએફ અને આઈટીબીપીમાં સ્થિતિ સમાન રહી છે. સશસ્ત્ર દળના મામલામાં છેલ્લા એક વર્ષનાં આંકડાની તુલનામાં ઘટાડો આવ્યો હતો. વર્ષ 2018 અને 2022 દરમ્યાન દળ છોડનારા 50155 કર્મીઓમાંથી સૌથી વધુ બીએસએફ (23553) માંથી હતા.

ત્યારબાદ સીઆરપીએફ (13640) અને સીઆઈએસએફ (5876)માંથી હતા. વર્ષ 2021 અને 2022 દરમ્યાન આસામ રાઈફલ્સમાં નોકરી છોડનારાઓની સંખ્યા 123 થી 537 અને સીઆઈએસએફમાં 966 થી વધીને 1706 થઈ ગઈ છે.જયારે એસએસબીમાંથી 553 માંથી ઘટીને 121 થઈ ગઈ છે.

સમસ્યા જુની ઓછી નથી થઈ રહી પરેશાની:
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યા જુની છે.જોકે જવાનોના કલ્યાણ માટે અનેક પગલા ઉઠાવાયા છે.50 સમયસર પ્રમોશન ન મળવા, લાંબા સમય સુધી કઠોર તૈનાતી કે પારિવારીક કારણોથી જવાનો રાજીનામા આપી રહ્યા છે.

જવાનો ઓછા હોવાથી દબાણ:
નામ ન આપવાની શરતે એક કમાન્ડ સ્તરના અધિકારીએ જણાવ્યું હતું કે હતું કે જવાનોની સંખ્યા ઓછી હોવાથી 100 દિવસોની રજા આપવાનું સંભવ નથી બનતુ, સાથે સાથે રોટેશન નીતિનુ પણ કઠોરતાથી પાલન નથી થઈ રહ્યું.

સંસદીય સમિતિએ આ ભલામણો કરી:
જવાનોની તૈનાતીમાં રોટેશન લાગુ થાય જેથી જવાન વધુ સમય સુધી કઠોર પોસ્ટીંગ પર ન રહે. જવાનોની નોકરી છોડવાના કારણોની ખોજ કરવામાં આવે. સ્વૈચ્છીક નિવૃતિ કે રાજીનામાનો વિકલ્પ પસંદ કરનાર જવાનોનો ઓકિઝટ ઈન્ટરવ્યુ લેવામાં આવે.

સુધારા માટે ઉઠાવવામાં આ પગલા લેવાઈ રહ્યા છે:
જવાનોને ઓછામાં ઓછા 100 દિવસ રજા, પરિવાર માટે આવાસીય સુવિધા, પોસ્ટીંગ પર બહેતર આધારસભર સુવિધા આપવામાં આવે. પ્રમોશનનો બેકલોગ માટે અનેક પગલા લેવામાં આવે છે.જવાનોની સમસ્યાના હલ માટે આંતરીક સ્તરે તંત્ર પણ બનાવાયા છે. તેની અસર આવનારા દિવસોમાં જોવા મળી શકે છે.


સૈનિકોને પણ પીરસાશે શ્રીઅન્ન!
મોટા અનાજમાંથી સૈનિકો માટે ખોરાક બનશે
નવી દિલ્હી તા.23 : ભારતીય સૈનિકોને હવે રાશનમાં મોટુ અનાજ (મિલેટ) પણ મળશે. ચીન સાથે સંલગ્ન વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત સૈનિકોને શ્રીઅન્ન એટલે કે મોટા અનાજમાંથી બનાવાયેલો નાસ્તો આપવામાં આવશે. તેના માટે ભારતીય સેનાના શૈફને ખાસ તાલીમ આપવામાં આવશે.

જેથી તે મોટા અનાજમાંથી હેલ્ધી અને ટેસ્ટી ડીશ બનાવી શકે. સેનાની કેન્ટીન અને અન્ય જગ્યા પર પણ મોટા અનાજની ડીશ પીરસવામાં આવશે.મોટુ અનાજ સ્વાસ્થ્ય વર્ધક હોવાની સાથે સાથે તેમાં પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. જેથી આળસ અને ખોટા ખાનપાનથી થતી લાઈફ સ્ટાઈલ ડીઝીઝ પણ ઘટાડવામાં મદદ મળે છે.

જુવાર, બાજરો, રાગીવગેરે મોટા અનાજ:
મોટા અનાજ ભારતના પરંપરાગત પાકોમાનું છે. તે ભારતીય આબોહવા અને ભૌગોલિક સ્થિતિમાં સરળતાથી પેદા થાય છે. મોટા અનાજમાં જુવાર, બાજરો, રાગી વગેરેનો સમાવેશ થાય છે.

50 વર્ષ બાદ સૈનિકોને મળશે મોટું અનાજ:
અગાઉ ભારતીય સૈનિકો મોટું અનાજ મળતું હતું પરંતુ બાદમાં તેની જગ્યા ઘઉંના લોટે લઈ લીધી હતી. હવે 50 વર્ષ બાદ સૈન્યમાં મોટા અનાજે જગ્યા લઈ લીધી છે.

ભારતના પ્રયાસથી આ વર્ષે ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ જાહેર:
વડાપ્રધાન મોદી અને ભારતના પ્રયાસોથી આ વર્ષ એટલે કે 2023 ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે જાહેર થયું છે.

સંસદ અને સૈન્યની કેન્ટીનમાં પણ મોટા અનાજની ડીશનો સમાવેશ:
મોટા અનાજનો સંસદ અને સૈન્યની કેન્ટિનની ડીસમાં ઉમેરો કરાયો છે એટલે કે નાસ્તામાં ભોજનમાં મોટા અનાજમાંથી બનેલી વાનગી પીરસાશે. આ મામલે સેનાએ એડવાઈઝરી પણ જાહેર કરી છે કે કેન્ટીન અને મોટા ભાજન સમારોહમાં મોટા અનાજમાંથી બનેલી વાનગીઓનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે.


Related News

Advertisement
Advertisement