નશામાં ધૂત બે યાત્રીએ ચાલુ ફલાઈટમાં મચાવ્યો હંગામો

23 March 2023 11:31 AM
India
  • નશામાં ધૂત બે યાત્રીએ ચાલુ ફલાઈટમાં મચાવ્યો હંગામો

દુબઈથી આવતી ફલાઈટની ઘટના

મુંબઈ તા.23 : યાત્રી દ્વારા વિમાનમાં અભદ્ર વર્તનની વધુ એક ઘટના બહાર આવી છે. ઈન્ડીગોની દુબઈથી મુંબઈ આવી રહેલી એક ફલાઈટમાં નશાની હાલતમાં બે યાત્રીઓએ કેબિન ક્રૂ અને સહયાત્રીઓ સાથે અભદ્ર વર્તન કયુર્ં હતું. મુંબઈમાં આ બન્ને યાત્રીઓની ધરપકડ કરાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ બન્ને આરોપી કોલ્હાપુર અને પાલઘરના નાલાસોપારા રહેવાસી છે. તેઓ ખાડી દેશમાંથી એક વર્ષ બાદ પરત ફરી રહ્યા હતા. બન્ને આરોપીએ દેશમાં પરત ફરવાની ખુશીમાં દારૂ પીધો હતો. આ યાત્રીના નામ દત્તાત્રેય બપરદેકર અને જાન જયોર્જ ડિસૂઝા છે. દારૂ પીને આ યાત્રીઓએ ક્રૂ મેમ્બર સાથે અને અન્ય યાત્રીઓ સાથે હંગામો કરી, ગાળાગાળી કરી હતી

આ યાત્રીઓની મુંબઈ વિમાન મથકે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે કલમ 336 (લોકોના જીવનને ખતરામાં મુકવું) અને અન્ય વિમાનના નિયમો અંતભર્ગત ગુનો દાખલ કરાયો છે. પોલીસે બન્ને યાત્રીઓની ધરપકડ કરી છે જયારે એકને અદાલતમાંથી જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાત્રીઓના વિમાનમાં અભદ્ર વર્તનની ઘટના બની છે.


Related News

Advertisement
Advertisement