જે.પી. રાણીપા ઉમા પ્રાથમિક ક્ધયા વિદ્યાલયમાં તા.20/3/2023ના રોજ વિશ્ર્વ ચકલી દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓની કળા વિકસાવવાના અનેક ચકલી બચાવવાના હેતુથી ચકલીનો માળો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ધોરણ 5થી 8ની બાળાઓએ હોંશભેર ભાગ લીધેલ. જેમાં પ્રથમ નંબર કણઝારીયા કાવ્યા બાબુભાઈ (ધોરણ 5) દ્વિતીય નંબર વાઘેલા દર્શન હસમુખભાઈ (ધો.8) અને તૃતીય નંબર ગોદવાણી ફ્રેની વિજયભાઈ (ધો.8) તેમજ કણઝરીયા આયુષી અરવિંદભાઈ (ધો.5)એ પ્રાપ્ત કરેલ.