કોડીનાર,તા.23
ચૈત્રી નવરાત્રીના પ્રારંભે કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીરની ગોદમાં આવેલા ગીર કનકાઈ મંદિર ખાતે મુંબઈના યજમાન રાજુભાઈ ગાંધીના હસ્તે કુંભ સ્થાપના કરવામાં આવ્યું હતું તેમજ માતાજીને ધજા રોહન પણ કરવામાં આવી હતી
ગીર કનકાઈ મધ્ય આવેલા મા કનકાઈ મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ ચાલનારા ઉત્સવમાં 29- 3 ને બુધવાર ના રોજ મુંબઈના જશવંતીબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પરિવાર દ્વારા અત્યાર સુધીમાં 80 જેટલા હવનનો લાભ લીધો છે.બાદ બીજા દિવસે 30- 3 ને રામનવમીના દિવસે રમેશભાઈ પાનેરાના યજમાન પડે સંત શિરોમણ બાપુ સીતારામ બાપુ જાળીયા વાળાની ઉપસ્થિતિમાં સતાધાર ના મહંત વિજય બાપુ ના અધ્યક્ષ સ્થાને રામનવમી જન્મોત્સવ નો કાર્યક્રમ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
આ પ્રસંગે કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાનીએ જણાવ્યું હતું કે ગીર કનકાઈ મંદિર મધ્ય ગીરમાં આવેલું છે મા કનકાઈ 84 જ્ઞાતિના કુળદેવી છે અહીંનો ઇતિહાસ 1200 વર્ષ જૂનો છે જે ઇતિહાસ ના પુરાણો પણ આવું જોવા મળેલું છે સ્કદપુરાણ ની અંદર પણ આ વિગત લખેલી છે. અહીં અમે ચૈત્રી નવરાત્રી અને હોનાષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ તેમજ રામ નવમી નો ઉજવણી પણ છેલ્લા 40 વર્ષથી કરવામાં આવે છે
માઈ ભક્ત અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ જોષી એ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મા કનકાઈના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી દર ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે ગીર વનરાયના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વિરાજમાન માતાજીના દર્શન કરવાથી અલૌકિક આનંદની અનુભૂતિ મળે છે સંસારની આદિ વ્યા અને ઉપાધિ પણ ટળે છે માનસિક શાંતિ મળે છે મગજ એકદમ શાંત થઈ જાય છે અહીંના પ્રસાદીનો પણ અનેરો વિશિષ્ટ સ્વાદ આવે છે. દિનેશભાઈ જોશી એ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.