(વિપુલ હિરાણી) ભાવનગર, તા.23 : ભાવનગર શહેરમાં ફળિયા માં આવેલ પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની બાળાનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માગી મુજબ ભાવનગર શહેરના આનંદ નગર હિંમતનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડાયાભાઈ રાઠોડની પુત્રી ઋષિકા ઉં.વ.3 તેના ઘરે રમી રહી હતી ત્યારે ફળિયામાં આવેલ પાણીના ટાંકામાં આકસ્મિક રીતે પડી જતા આ બાળાનું પાણી પી જતા કરુણ મોત નીપજ્યું હતું .આ બનાવથી પરિવારજનોમાં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.