અકસ્માતથી થયેલી શારીરિક ક્ષતિ ફકત નાણાથી જ ભરપાઈ થઈ શકે નહી: હાઈકોર્ટ

23 March 2023 11:59 AM
India
  • અકસ્માતથી થયેલી શારીરિક ક્ષતિ ફકત નાણાથી જ ભરપાઈ થઈ શકે નહી: હાઈકોર્ટ

વળતર કેસમાં મહત્વનો ચુકાદો: જે શારીરિક નુકશાન થાય તેમાં માનવીય અભિપ્રાય પણ જરૂરી

નાગપુર: અકસ્માતમાં એક પગ ગુમાવનાર વ્યક્તિને રૂા.3.40 લાખનું વળતર ચુકવવા આદેશ આપતા મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું હતું કે શરીરના કોઈ ભાગ ગુમાવવો પડે તો તે પૈસા ચૂકવીને પણ ભાગ્યે જ પરત મેળવી શકાય છે. પૈસાની શરીરની આ પ્રકારની ખોટને ભરપાઈ કરી શકાતી નથી પણ આ વ્યક્તિને તેની શારીરિક ઈજા બદલ આ વળતરની રકમ ચુકવાતી નથી પણ એ માટે તેને વળતર આપવામાં આવે છે કે તે પગ ગુમાવવાની જીવન પૂર્ણ રીતે માણી શકશે નહી અને તેની હલન ચલનની સ્વતંત્રતા પર અસર થશે અને તેની આવક કે કમાવાની જે ક્ષમતા છે તેના પર પણ અસર થઈ શકે છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ઉર્મિલા જોષી ફલકેએ તેના આ આદેશમાં જણાવ્યું કે પગ એ શરીરનો મહત્વનો ભાગ છે પણ તેના વગર પણ જીવન શકય છે તેની ક્ષમતા પર અસર વધારી તેને આ રીતે વળતર ચુકવવું જરૂરી છે.


અદાલતે કહ્યું કે વળતરની રકમ નિશ્ર્ચિત કરતા સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને તે થોડી રાહતરૂપ સ્થિતિમાં મુકશે. નાણાથી જે શારીરિક ક્ષતિ સર્જાઈ છે તેને પુરી શકાય તેમ નથી પણ આ વળતરનો હેતુ તેને માટે એક રાહત બની શકે. યુનાઈટેડ ઈન્ડીયા ઈુસ્યુરન્સ કંપનીએ યવતમાલ વોટર એકસીડેન્ટ ફોરમે આપેલા ચૂકાદાને ટ્રીબ્યુનલમાં પડકાર્યો હતો. જેમાં પણ રૂા.3.40નું વળતર 9% વ્યાજ સાથે ચુકવવા આદેશ આપ્યો હતો જેની સામે ફરી હાઈકોર્ટમાં અપીલ થઈ હતી. જેઓએ વાહન અકસ્માતમાં કલીનર તરીકે નોકરી કરતા અહેમદને ઈજા થઈ હતી. જો કે વિમા કંપનીએ દલીલ કરી કે આ વ્યક્તિ ડ્રાઈવર તરીકે કામ કરતો ન હતો અને તેની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ ન હતું તેથી વિમા કંપનીને કોઈ જવાબદારી થતી નથી.


Related News

Advertisement
Advertisement