ચોરવાડ તા.23 : આજથી દોઢ વર્ષ પહેલા તાલાળાથી જેપુર જતા રસ્તા પર જગદીશ અરજણ કેશવાલા રહે. જેપુરવાળાએ તેના મોટાભાઈ વિજયભાઈને આરોપી હસમુખભાઈ કાળાભાઈ કામળીયાની પત્ની વિજયાબેન સાથે આ સંબંધ હોવાની શંકાના કારણે હસમુખભાઈએ તિક્ષ્ણ હથિયારથી વિજયભાઈના શરીરે જુદી જુદી જગ્યાએ કુલ સતરથી અઢાર ઘા મારી તેનું મોત નિપજાવેલ છે તેથી તાલાળા પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી.
આ કેસ ચાલતા દરમ્યાન એડવોકેટ મુકેશ યાદવે સ્થળ નિરીક્ષણ કરી જણાવેલ કે જાહેર રોડ ઉપર દુબળા પાતળા બાંધાના આરોપી એકલા હાથે મરણ જનાર કે જે પાતળા બાંધાના ને છરી મારી મૃત્યુ નીપજાવી શકે નહી. એક કરતા વધારે વ્યક્તિએ કૃત્ય કરેલ હોવુ જોઈએ.
આ કામે આરોપીના એડવોકેટ અશ્ર્વિન થાનકી તથા મુકેશભાઈ યાદવે એવી રજુઆત કરેલી હતી કે આરોપી સામેનો કેસ શંકારહિત પુરવાર થઈ શકેલ નથી. બનાવનો મોટીવ સાબીત થતો નથી. પુરાવામાં એક સુત્રતા જળવાતી નથી. પી.એમ. કરનાર ડોકટરના રિપોર્ટમાં તથા સાહેદોની જુબાનીમાં વિસંગતતાઓ જણાય છે.