પાંચ ગુજરાતી, 19 મહિલા સહિત 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર : બિરલા પરિવારના ચોથા સભ્યનું સન્માન

23 March 2023 12:02 PM
India
  • પાંચ ગુજરાતી, 19 મહિલા સહિત 106 હસ્તીઓને 
પદ્મ પુરસ્કાર : બિરલા પરિવારના ચોથા સભ્યનું સન્માન
  • પાંચ ગુજરાતી, 19 મહિલા સહિત 106 હસ્તીઓને 
પદ્મ પુરસ્કાર : બિરલા પરિવારના ચોથા સભ્યનું સન્માન
  • પાંચ ગુજરાતી, 19 મહિલા સહિત 106 હસ્તીઓને 
પદ્મ પુરસ્કાર : બિરલા પરિવારના ચોથા સભ્યનું સન્માન
  • પાંચ ગુજરાતી, 19 મહિલા સહિત 106 હસ્તીઓને 
પદ્મ પુરસ્કાર : બિરલા પરિવારના ચોથા સભ્યનું સન્માન

આર્કીટેકટ બાલકૃષ્ણ દોશીની પુત્રીએ એવોર્ડ સ્વીકાર્યો : પંડવાની ગાયિકા ઉષાએ વડાપ્રધાન-રાષ્ટ્રપતિને નમન કર્યા

નવી દિલ્હી, તા. ર3
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં 106 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિએ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રથમ સન્માન આપ્યું હતું. તેમની પુત્રીને તેના પિતા દ્વારા આપવામાં આવેલ પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો હતો. આ પછી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કુમાર મંગલમ પદ્મ એવોર્ડ મેળવનાર બિરલા પરિવારના ચોથા વ્યક્તિ બન્યા છે. અગાઉ તેમની માતા રાજશ્રી બિરલાને પદ્મ ભૂષણ, દાદા બસંત કુમાર બિરલાને પદ્મભૂષણ અને તેમના પરદાદા ઘનશ્યામદાસ બિરલાને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.


પંડવાની ગાયિકા ઉષાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. સન્માન મેળવતા પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમન કર્યા હતા. આ પછી તેમણે રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કરીને સન્માન સ્વીકાર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. 106 પદ્મ પુરસ્કારોમાં 19 મહિલાઓ છે. 6 લોકોને પદ્મ વિભૂષણ, 9 લોકોને પદ્મ ભૂષણ અને 91 લોકોને પદ્મશ્રી આપવામાં આવ્યા છે. આ પુરસ્કારોના નામની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.


પ્રો બાલકૃષ્ણ દોશી
પ્રો. બાલકૃષ્ણ ભારતમાં આધુનિક આર્કિટેક્ચરના પ્રણેતા હતા, જે તેમના ન્યૂનતમ, સરળ અને પર્યાવરણને અનુકૂળ અભિગમ માટે વિશ્વ વિખ્યાત હતા. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ 2023 એનાયત કરવામાં આવ્યા છે. તેમને અનેક એવોર્ડથી નવાજવામાં આવી ચૂક્યાં છે. ગત 24 જાન્યુઆરી, 2023ના રોજ તેમનું નિધન થયું હતુ.


ભાનુભાઈ ચુન્નીલાલ ચિતારા
ભાનુભાઈ ચિતારા ચુનારા સમુદાયના સાતમી પેઢીના કલમકારી કલાકાર છે, તેમણે ‘માતાની પછેડી’ ચિત્રની 400 વર્ષ જૂની કલાને જીવંત રાખી છે. કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રી 2023થી નવાજવામાં આવ્યા. 26, ઓક્ટોબર 1957ના રોજ અમદાવાદમાં જન્મેલા ભાનુભાઈએ તેમના માતા-પિતા પાસેથી આ કળા શીખી હતી.


મહિપતરાય પ્રતાપરાય કવિ
ગુજરાતના મહિપતરાય કવિને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. 28 માર્ચ, 1931 રોજ જન્મેલા મહિપતરાય કવિ આંતરરાષ્ટ્રીય કઠપૂતળી કલાકાર છે, જેઓ 500થી વધુ શો કરી ચૂક્યાં છે. 1973માં સ્થાપવામાં આવેલા પપેટ્સ એન્ડ પ્લેઝના તેઓ સંસ્થાપક છે.


હીરાબાઈ લોબી
હીરાબાઈ ઈબ્રાહિમભાઈ લોબીએ ગુજરાતના સિદ્દી સમુદાયની સુધારણા તેમજ મહિલા શસક્તીકરણ માટે ઘણું જ કામ કર્યું છે. તેઓ સિદ્દી મહિલા સંઘના અધ્યક્ષ પણ છે. સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રી 2023થી નવાજવામાં આવ્યા છે.


પ્રો. ડો. મહેન્દ્ર પાલ
પ્રો. ડો. મહેન્દ્ર પાલને સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ભારતમાં વેટનરી માયકોલોજીના પ્રણેતા ગણવામાં આવે છે, જે રોગોમાં ફૂગની ભૂમિકા પરના તેમના સંશોધન માટે જાણીતા છે. તેમણે વેટનરી પબ્લિક હેલ્થ એન્ડ માઈક્રોબાયોલોજીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.


Related News

Advertisement
Advertisement