પદ્મ પુરસ્કાર વિજેતા હીરાબાઈ લોબીએ કહ્યું- નરેન્દ્રભાઈએ સિદી સમાજનું સન્માન કર્યું છે

23 March 2023 12:25 PM
India
  • પદ્મ પુરસ્કાર વિજેતા હીરાબાઈ લોબીએ કહ્યું- નરેન્દ્રભાઈએ સિદી સમાજનું સન્માન કર્યું છે

સૌરાષ્ટ્રનાં જંબુર ગીરના હીરાબાઈ પદ્મ એવોર્ડમાં છવાઈ ગયા : પીએમ મોદીએ હીરાબાઈ લોબીને ઝુકી ઝુકીને પ્રણામ કર્યા

નવી દિલ્હી તા.23 : ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 54 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનીત કર્યા તેમાં એક હતા સૌરાષ્ટ્રનાં ગીરના જંબુર ગામના હીરાબાઈ ઈબ્રાહીમભાઈ લાંબી. આ પદ્મ એવોર્ડ વિજેતા લોકોમાં કેટલાંક એવા નામો હતા જેમનાં બારામાં દેશનાં ઘણા ઓછા લોકોને ખબર હતી. જયારે આવા લોકો રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનીત થયા ત્યાં સોશ્યલ મિડિયા પર ‘હેઝ પીપલ્સ પદ્મ’ લખાવવા લાગ્યુ હતું. મતલબ કે એવા લોકોને આ સન્માન મળ્યુ કે જેઓએ કોઈ પ્રચાર વિના જમીન સાથે જોડાઈને કામ કરેલુ.

આવા એક હતા હીરાબાઈ ઈબ્રાહીમભાઈ આ વૃદ્ધ મહિલા જયારે એવોર્ડ લેવા આવ્યા ત્યારે પ્રથમ હરોળમાં બેઠેલા વડાપ્રધાન મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ગૃહમંત્રી અમિત શાહ, મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાથ જોડયા. વડાપ્રધાન મોદીએ ઝુકીને પ્રણામ કર્યા બાદમાં પોતાના શબ્દોમાં આર્શીવાદ આપ્યા હતા. હીરાબાઈએ ગૌરવ અનુભવીને આ તકે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજે સીદી સમાજનું સન્માન કર્યુ છે.આ સાંભળી પીએમે ફરી ઝુકીને હીરાબાઈને પ્રણામ કર્યા અને હોલ તાલીથી ગુંજી ઉઠયો. હીરાબાઈ ભાવુક થઈ ગયા.

હીરાબાઈ આદિવાસી મહિલા સંઘની અધ્યક્ષ છે તે સીદી સમાજ અને મહિલા સશકિતકરણ માટે કરેલા કાર્યો માટે જાણીતા છે તે કોઈ ચૂંટણી નથી લડયા. બાળપણમાં તેના માતા-પિતાનું નિધન થયેલુ દાદીએ તેને ઉછેરી તેમણે કોઈ શિક્ષણ નથી લીધુ. ઉલ્લેખનીય છે કે સીદી સમુદાયને 400 વર્ષ પહેલા આફ્રિકાથી ગુલામ બનાવીને જુનાગઢનાં શાસકો લાવ્યા હતા. હીરાબાઈની ઝુંબેશથી આ સમાજની જીંદગી બદલી છે. આજે પુરૂ ભારત હીરાબાઈને સલામ કરે છે.


Related News

Advertisement
Advertisement