ભાવનગરનાં જાંબુડા નજીક એસ.ટી. બસ હડફેટે યુવકનું મોત

23 March 2023 12:27 PM
Bhavnagar
  • ભાવનગરનાં જાંબુડા નજીક એસ.ટી. બસ હડફેટે યુવકનું મોત

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.23
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાંબુડા અને દેવગડા ગામ વચ્ચે એસ.ટી.બસ અડફેટે નાના ખૂટવડા ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બગદાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાંબુડા અને દેગવડા ગામ વચ્ચે આવેલ જાંબુડાના કટીંગ પાસે વળાંકમાં મેજીક નં.જી.જે.08- ઝેડ 5249 સાથે સરકારી એસટી બસ નં. જી.જે. 18- ઝેડ 2630 એ ટલ્લો મારતા મેજિકની પાછળના ભાગે ઉભેલ હરદેવભાઈ જીલુભાઈ ગોહિલને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ખસેડવામાં આવેલ જ્યા ફરજ પડનાર તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતક યુવકના પિતા જીલુભાઈ ભીખાભાઈ ગોહિલે એસ.ટી. બસમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Advertisement
Advertisement