વેરાવળના ભાલપરા ગામે ટ્રેકટર હડફેટે રાહદારી સરદારજી યુવાનનું મોત

23 March 2023 12:48 PM
Veraval Crime
  • વેરાવળના ભાલપરા ગામે ટ્રેકટર હડફેટે રાહદારી સરદારજી યુવાનનું મોત

સુત્રાપાડાના ગોરખમઢી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

વેરાવળ,તા.23
વેરાવળ તાલુકાના ભાલપરા ગામે રોડ ઉપર અજાણ્યા ટ્રેકટર ચાલકે ચાલીને જતા સરદાજી યુવાનને હડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજેલ છે.આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ સુરજીતસિંગ કતારસીંગ બાવરી ઉ.વ.28 તથા તેનો ભાઇ ગુડુસિંગ સહીત પાંચ સરદારજીઓ ભાલપરા ગામ પાસે આવેલ પાર્થ મારબલ પાસે ઉભેલ હતા તે સમયે ગુડુસીંગ ચાલતો રોડ ઉપર જઇ રહેલ તે વખતે અજાણ્યા ટ્રેકટરના ચાલકે ગુડુસીંગને હડફેટે લઇ નાસી છુટેલ જયારે ગુડુસીંગ ના છાતીના ભાગે ટ્રેકટરનું પાછલું વ્હીલ ચડી જતા લોહી નીકળતી હાલતમાં તાત્કાલીક હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં ફરજ પરના તબીબે ગુડુસીંગ મૃત્યુ નીપજેલ હોવાનું જાહેર કરેલ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ સુરજીતસીંગ બાવરીએ અજાણ્યા ટ્રેકટર ચાલક સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. સાર્દુલભાઇ ભુવાએ હાથ ધરેલ છે. સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી પો.કો. રજનીભાઇ મોરી સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે ગોરખમઢી ગામે વાકી શેરીમાં પાન બીડીની દુકાન પાછળ જાહેરમાં જુગાર રમતા (1) મેરામણ ભીખાભાઇ વાજા (ર) પાંચા સરમણભાઇ બામણીયા (3) રાજેશ બાબુભાઇ બામણીયા (4) ભુપત ટપુભાઇ પરમાર (5) હીતેશ પુનાભાઇ મેર ને રોકડા રૂા.10,490 ની સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Related News

Advertisement
Advertisement