વઢવાણમાં દારૂના રીઢા ગુનેગારને હદપાર કરાયો

23 March 2023 01:32 PM
Surendaranagar Crime
  • વઢવાણમાં દારૂના રીઢા ગુનેગારને હદપાર કરાયો

નાયબ પોલીસવડા દ્વારા દરખાસ્ત રજૂ કરાતાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ ફરમાવ્યો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.23 : વઢવાણમાં દારૂનો ગેરકાયદે ધંધો કરતા રીઢા શખ્સને બે વર્ષ માટે છ જીલ્લાની હદમાંથી હદપાર કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. આ અંગેની વિગત એવી છે કે, વઢવાણ નવા દરવાજા બહાર ગાંધીચોકમાં રહેતો જતીન જેઠાભાઈ ચૌહાણ નામનો શખ્સ દારૂના અનેક કેસોમાં સંડોવાયેલ હોવાથી નાયબ પોલીસવડા દ્વારા તેની સામે હદપારીની દરખાસ્ત તૈયાર કરીને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલવામાં આવતા તેમના દ્વારા જતીન ચૌહાણને સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદ, રાજકોટ, મોરબી, બોટાદ અને પાટણ જીલ્લામાંથી હદપાર કરવાનો હુકમનો અમલ કરાવતા જતીનને પકડીને છ જીલ્લાની સરહદ પાર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.


Related News

Advertisement
Advertisement