(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ નીચીમાંડલ ગામ પાસે કેરાવીટ સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા અજયભાઈ રાઠવાના પત્ની તેજલબેન રાઠવા (24) કારખાનામાં હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં પાણીના ટાંકામાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસેથી મિલનભાઈ પોપટ સ્કૂટર નંબર જીજે 3 એફએમ 8110 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર નંબર જીજે 36 એફ 0567 ના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે