(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 23
મોટર સાયકલ ચોરી, ખૂનની કોશિશ સહિત 13 ગુનાઓમાં સંડાોવાયેલ આરોપીને પકડી પાડી, દામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લુંટનાં પ્રયાસનો ગુનાનો ભેદ અમરેલી એલ.સી.બી.ટીમે ઉકેલી નાંખેલ છે.આ કનાવની વિગત એવા પ્રકારની છે કે, ગઈ તા.6/8/21 ના રોજ જયંતીભાઈ જીવણભાઈ કેરાલીયા, ઢસા ગામે બરોડા બેન્કમાંથી રૂા.40,000 ઉપાડીને પોતાનાં મોટર સાયકલમાં મહાવીર કોટેક્ષ જીનીંગે જતા હોય, તે દરમિયાન ઢસા, કાચરડી રોડ ઉપર બે અજાણ્યા માણસો મોટર સાયકલમાં આવી, ચાલુ મોટર સાયકલે જયંતીભાઈની નજીક આવી રસ્તા બતાવવાનાં બહાને વાતચીત કરી,
ચાલુ મોટર સાયકલે છરો કાઢી, જયંતીભાઈને બતાવી લુંટનો પ્રયાસ કરતા, જયંતીભાઈ એકદમ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખી, રોડ ઉપર આવેલ ધર્મ કોટનમાં જતા રહેતા આ અજાણ્યા માણસો જયંતીભાઈની પાછળ ધર્મ કોટનનાં ગેઈટ સુધી છરો લઈને પાછળ દોડેલ પરંતુ જયંતીભાઈ જોર જોરથી અવાજ કરવા લાગતા ધર્મ કોટનમાં કામ કરતા માણસો આવી જતા આ અજાણ્યા માણસો મોટર સાયકલ લઈ નાસી ગયેલ હોય, જે અંગે જયંતીભાઈએ અજાણ્યા આરોપી વિરૂઘ્ધદામનગર પોલીસ સ્ટેશનમાં જે તે ફરિયાદ કરવામાં આવેલ હતી
આ બનાવને લઈ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાનાં અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને લાઠી - દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લાઠી, ભવાની સર્કલ પાસેથી નિકુલ ઉર્ફે બુલેટ ભીંગરાડીયા,(રે.સુરત) વાળાની પુછપરછ કરતા ઉપરોકત લુંટનો પ્રયાસ કરેલ હોવાની કબુલાત આપતા પકડાયેલ આરોપી નિકુલ ઉર્ફે બુલેટ ભીંગરાડીયાને આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.