નવી દિલ્હી તા.23 : આજે એક તરફ લોકસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચા અને મંજુરીનો સતાવાર એજન્ડા જાહેર કરાયો હતો તે પુર્વે જ ફરી એક વખત રાહુલ તથા અદાણી મુદે સંસદના બન્ને ગૃહોમાં જબરી ધમાલ મચી ગઈ હતી અને બંને ગૃહો બપોર સુધી મુલત્વી રાખવા પડયા હતા.
આજે વિપક્ષના નેતાએ સંસદના ગેટ નં.1 પાસે પ્રદર્શન કર્યા હતા અને મોદી સરકાર ડાઉન ડાઉન તથા મોદી સરકાર સેમ સેમ ના નારા લાગ્યા હતા. રાજયસભાના અધ્યક્ષએ ગૃહ યોગ્ય રીતે ચાલે તે માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો અને બંને ગૃહોને ફરી એક વખત મુલત્વી રાખવાની ફરજ પડી હતી.