કટ્ટરવાદી સંગઠન ગઝવા એ હિન્દ સામે ગુજરાત સહિત ત્રણ રાજયોમાં દરોડા

23 March 2023 02:07 PM
India
  • કટ્ટરવાદી સંગઠન ગઝવા એ હિન્દ સામે ગુજરાત સહિત ત્રણ રાજયોમાં દરોડા

નવી દિલ્હી તા.23 : રાષ્ટ્રીય ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઈએએ આજે ગઝવા એ હિન્દ સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સાત સ્થળોએ દરોડા પાડયા છે અને અનેકની અટકાયત કરી છે. આ કટ્ટરવાદી સંગઠન દ્વારા યુવાનોને ઉશ્કેરીને તેઓને આતંકી સહિતની પ્રવૃતિ ભણી ધકેલવા માટે ખાનગી રાહે તાલીમ કેમ્પ સહિતની પ્રવૃતિઓ કરાઈ રહી હોવાના અહેવાલ બાદ

આજે સવારે ગુજરાતમાં ત્રણ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ સંગઠનનું સાહિત્ય પણ કબ્જે કરવામાં આવ્યું છે. ખાસ કરીને મર્ગુગ અહેમદ ડેનીશ નામના આ સંગઠનનો એક ઓપરેટર કાશ્મીરમાં પણ સક્રીય હોવાનું માનવામાં આવે છે અને તે વોટસએપ ગ્રુપ મારફત અલગ અલગ લોકોને પોતાની કટ્ટરવાદી પ્રવૃતિમાં સામેલ કરતો હતો.


Related News

Advertisement
Advertisement