બાલાસાહેબનું ધનુષ બાણ ઉધ્ધવ સંભાળી શકયા નહી: શિંદેનું પણ ગજૂ નથી: રાજ ઠાકરે

23 March 2023 02:14 PM
Politics
  • બાલાસાહેબનું ધનુષ બાણ ઉધ્ધવ સંભાળી શકયા નહી: શિંદેનું પણ ગજૂ નથી: રાજ ઠાકરે

જાવેદ અખ્તરની પ્રશંસા કરતા ઠાકરે- પાક. વિરૂધ્ધ બધા બોલે તે જરૂરી : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડાના આકરા પ્રહારો: ઉધ્ધવ સામેલ હતા તો કોઈને મળતા નહી: આજે બધાને સાથે રાખવાની વાત કરે છે

મુંબઇ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સલાહ આપી છે કે જ્યાં ઉદ્ધવ ઠાકરે રેલી કરે છે ત્યાં રેલીઓ ન યોજે. બુધવારે (22 માર્ચ) દાદરના શિવાજી પાર્કમાં MNSની રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, "હું મુખ્યમંત્રી એકનાથ શિંદેને અપીલ કરૂ છું જ્યાં ઉદ્ધવ ઠાકરે કરે ત્યાં રેલી ન કરો.

રાજ્યમાં અનેક મુદ્દાઓ છે- ખેડૂતોના પ્રશ્નો, રોજગારના પ્રશ્નો અને ઘણા બધા. શા માટે માત્ર રેલીઓની જ વાત કરો છો? આ સાથે રાજ ઠાકરેએ હિન્દી ફિલ્મોના ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરની પ્રશંસા કરી હતી, કહ્યું ભારતમાં આવા જ મુસ્લિમો જોઈએ જે પાકિસ્તાન વિરૂદ્ધ બેધડક બોલતા અચકાઈ નહિ. અખ્તરે પાકિસ્તાન જઈને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા વિશે હિંમતપૂર્વક વાત કરી હતી, જેના માટે રાજ ઠાકરેએ તેમની પ્રશંસા કરી હતી. રેલીમાં રાજ ઠાકરેએ કહ્યું, ‘CM એકનાથ શિંદે, તમારે લાઉડસ્પીકર પર કાર્યવાહી કરવી જોઈએ.’ તમારે નિર્ણય લેવો પડશે.

હું આ વિશે તમારો સંપર્ક કરીશ. તમારે શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દા અંગે નિર્ણય લેવો જોઈએ.રાજ ઠાકરેએ કહ્યું, ‘સરકારે લાઉડસ્પીકર આંદોલન દરમિયાન 17,000 MNS કાર્યકર્તાઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ." બાળાસાહેબે કહ્યું હતું કે જો સરકાર આવશે તો મસ્જિદના લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે. કાં તો સરકારને હટાવવી જોઈએ અથવા તે અમારી તરફ ધ્યાન ન આપે, આ મારી વિનંતી છે. MNS પ્રમુખે કહ્યું, જ્યારે મેં શિવસેના છોડી હતી ત્યારે બહારથી એક વાત કહેવામાં આવી રહી હતી કે રાજ ઠાકરે શિવસેના પ્રમુખનું પદ ઇચ્છે છે,

તે બિલકુલ ખોટું છે. હું જાણતો હતો કે શિવસેના પ્રમુખ પદ અને શિવસેનાનું ધનુષ્ય બાણ માત્ર બાળાસાહેબ જ સંભાળી શકે છે. ધનુષ અને તીર કોઈ સંભાળશે નહીં, ઉદ્ધવ પણ નહીં અને જેની પાસે તે હવે ગયો છે તે પણ નહીં. રાજ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ઉદ્ધવ જ્યારે સીએમ હતા ત્યારે કોઈને મળ્યા નહોતા, આજે તેઓ બધાને મળી રહ્યા છે, કેમ? રાજ ઠાકરેની સીએમ એકનાથ શિંદેને સલાહ, ઉદ્ધવ ઠાકરેની જાળમાં ન ફસાય, મહારાષ્ટ્ર પર ધ્યાન આપો.


Related News

Advertisement
Advertisement