જામનગર તા.23:
જામનગરમાં દારૂનું દુષણ દિવસેને દિવસે વકરી રહ્યું છે. છાશવારે દારૂના જથ્થા સાથે પોલીસ ઝપટે ચડતા આરોપીઓ આ વાતની ચાડી ખાઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપાયો છે. જામનગર તાલુકાના નાધેડીગામમાં પોલીસે રેડ પાડી આરોપીના રહેણાક મકાનમાથી 50 હજારની કિંમતની 125 દારૂ ઝડપી પાડી હતી. જોકે આ દરમિયાન આરોપી પરિસ્થિતિ પારખી હાજર ન મળતા તેને ફરારી જાહેર કરી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
જામનગરના નાઘેડી ગામે દારૂ મામલે એલસીબીના સ્ટાફના ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા તથા હરદીપભાઇ ધાધલને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે જામનગર તાલુકાના નાઘેડીગામે ધાર ઉપર વિનાયક સોસાયટી દરોડો પાડ્યો હતો. જ્યા વિશાલ જયંતીભાઇ દેસાણીના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની 125 બોટલનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે 50,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે આ રેડ વેળાએ આરોપી વિશાલ જયંતીભાઇ દેસાણી હાજર ન મળતા પોલીસે તેને ફરારી દર્શાવ્યો છે અને તેને દબોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ કાર્યવાહી પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન ઓએસાઈ એસ.પી.ગોહિલ, આર.કે.કરમટા, પી.એન.મોરી એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા કરાઈ હતી.