જામનગર તા.23: જામનગરમાં વધુ બે સ્થળોએથી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓ પકડાયા છે. જેને લઈને પોલીસે 99 બોટલ દારૂ, રીક્ષા, મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં સપ્લાયર તરીકે બીપીન ઉર્ફે લાકડીનું નામ ખુલતા તેને દબોચી લેવા તપાસ હાથ ધરી છે.
આ અંગે સીધી સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર શહેરના મહાકાળી સર્કલ નજીક આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસેથી પોલીસે રિક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શંકાસ્પદ રીક્ષાને અટકાવી તલાસી લેતા તેમાંથી 25,600 ની કિંમતની 64 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે વિજય દીપકભાઈ પરમાર નામના શખ્સની અટકાયત કરી હતી.
જેની પૂછપરછમાં આરોપી વિજયએ બીપીન લાકડી કારાભાઈ મુછડીયા પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનો ખુલ્યું હતું. જેને લઇને પોલીસે બિપિન ઉર્ફે લાકડીને ફરારી જાહેર કરી તેને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત દારૂ,રિક્ષા તથા મોબાઇલ સહિત 80,600 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિજય વિરુદ્ધ કાર્યવાહી આગળ ધપાવી છે
તો સીટીસી ડિવિઝન પોલીસે શહેરના માધવબાગ એકમાં આવેલ દ્વારકેશ સોસાયટી નજીકથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે હાર્દિક ઉર્ફે ઈડીગિડી જયેશભાઈ ચુડાસમા અને ધવલ દીપકભાઈ જાદવ નામના શખ્સના કબજામાંથી 14000 ની કિંમત 35 બોટલ દારૂનો જથ્થો કબજે કરી બન્ને વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.