બાઈકચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને દબોચી લેતી પોલીસ

23 March 2023 02:30 PM
Jamnagar Crime
  • બાઈકચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને દબોચી લેતી પોલીસ

ખંભાળિયા રોડ ઉપર ફોરવ્હીલના વાડામાંથી થઇ હતી બાઇકની ચોરી

જામનગર તા.23:
જામનગર- ખંભાળિયા હાઇવે પર આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુના રાધે ક્રિષ્ના ફોરવીલના વાડામાંથી થયેલ બાઇક ચોરી થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણનો ભેદ ઉકેલી આરોપી સુધી.પહોંચવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોકેટકોપની મદદથી સીટી સી ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપી મનસુખ કણઝારીયાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સીટી સી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા કોન્સ્ટેબલ હરદિપભાઇ વંસતભાઇ બારડ, કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેને પગલે પોલીસે એક નંબર પ્લેટ વગરનુ હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર બાઇક લઈ નીકળેલ મનસુખ લખમણભાઇ કણઝારીયા (ઉ.વ.23 ધંધો, કડીયાકામ રહે. ગોકુલનગર અયોઘ્યાનગર શેરીનંબર - 7 જામનગર મુળ વતન ભાટીયા કૃષ્ણનગર તા.કલ્યાણપુર) ને અટકાવી તલાશી હાથ ધરી હતી.

પોલીસે પોકેટકોપ મોબાઈલ એપમાં એન્જીન ચેસીસ નંબર નાખી ખરાઇ કરતા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જેના ચેસીસ નંબર. ખઇકઇંઅ10ઊઉં8ૠઉં01151 તથા એન્જીન નં, ઇંઅ10ઊઅ8ૠઉંૠ0294 બાઇક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. જેને લઈને પોલીસે આરોપી મનસુખ લખમણભાઇ કણઝારીયાને પકડી પાડી કાર્યવાહી આગળ ધપાવી છે.


Related News

Advertisement
Advertisement