બેડ રસુલનગરમાં જુની અદાવતનો ખાર રાખી પરિવારના ત્રણ સભ્યો ઉપર હુમલો

23 March 2023 02:35 PM
Jamnagar Crime
  • બેડ રસુલનગરમાં જુની અદાવતનો ખાર રાખી પરિવારના ત્રણ સભ્યો ઉપર હુમલો

સાત આરોપીઓ સામે હુમલો કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

જામનગર તા.23:
જામનગર તાલુકાના બેડ રસુલનગર ગામમાં જુના ઝગડાનો ખાર રાખીને 7 શખસોએ એકજ પરિવારના પિતા-પુત્રો અને ભત્રીજા ઉપર હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રસુલનગર ગામમાં મસ્જિદ પાસે રહેતાં સુલતાન ઉમરભાઈ બશર (ઉ.વ.32) નામના યુવાનના ભાઈએ અગાઉ આરોપીઓ સાથે ઝગડો થયો હતો. જે બાબતે સમાધાન પણ થઈ ગયું હતું. જે બાબતનો ખાર રાખીને ગત તા. 21ના રોજ આરોપીઓને સમજાવવા જતાં મરોબ હુશેન, કાસમ મામદભાઈ બારોયા, જુનશ મામદભાઈ બારોયા, ઈમ્તીયાજ જાકુબભાઈ બારોયા, ઈરફાન જાકુબ બરોયા, ફિરોજ જુશબ કુંભણિયા અને ઉમર મામદભાઈ બારોયાએ બાઈકનું હેન્ડલ ભટકાડીને ઝગડો કરીને લાકડીઓ વડે હુમલો કરીને સુલતાન, તેમજ તેમના પિતા ઉમરભાઈ બશર, ભાઈ અફજલ અને ભાઈના દિકરા દાઉદને ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જે અંગેની જમાદાર સી. . ડી.ગાંભવાએ તપાસ હાથ ધરીને આરોપીઓની શોધખોળ આરંભી છે.


Related News

Advertisement
Advertisement