ગોકુલનગરમાંથી છ મહિલા સહિત નવ પત્તાપ્રેમી પકડાયા

23 March 2023 02:37 PM
Jamnagar Crime
  • ગોકુલનગરમાંથી છ મહિલા સહિત નવ પત્તાપ્રેમી પકડાયા

જામનગર તા.23: જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 6 મહિલા સહિત 9 પતાપ્રેમીઓ પકડી પાડી કાર્યવાહી આગળ ધપાવી છે.

જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા હર્ષદભાઇ દલપતભાઇ પરમારને જુગાર મામલે બાતમી મળતા પોલીસે શહેરના ગોકુલનગર ખોડીયારનગરમાં રેડ પાડી હતી. આ દરમિયાન ઘર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચોથા રણછોડભાઇ રાંદલપરા (રહે.ગોકુલનગર ખોડીયારનગર રામાપીરના મંદીર પાસે જામનગર), રોહીત રમેશભાઇ મકવાણા (રહે. ગોકુલનગર ખોડીયારનગર રામાપીર ના મંદીર પાસે જામનગર) ભીખુ ઉર્ફે પરેશ પોલાભાઇ ડાંગર (રહે. ગોકુનગર નવાનગર શેરી નં-01 બાપા સિતારામ પાન પાસે જામનગર), મંજુબેન બાલાભાઇ અમેજારીયા (રહે.ગોકુલનગર ખોડીયાર નગર રામા પીરના મંદીર પાસે જામનગર), સવીતાબેન મનોજભાઇ સીહોરા (રહે. ગોકુલનગર ખોડીયાર નગર રામા પીરના મંદીર પાસે જામનગર), મીનાબેન નાગજીભાઇ મકવાણા (રહે.ગોકુલનગર ખોડીયાર નગર રામા પીરના મંદીર પાસે જામનગર) અને ગીતાબેન કરશનભાઇ ડાભી (રહે. ગોકુલનગર ખોડીયાર નગર રામા પીરના મંદીર પાસે જામનગર), મનીષાબેન કરશનભાઇ સીહોરા (રહે.ગોકુલનગર ખોડીયાર નગર રામા પીરના મંદીર પાસે જામનગર), કીરણબેન બાવનજીભાઇ ડાભી (રહે ગોકુનગર નવાનગર શેરી નં-01 બાપા સિતારામ પાન પાસે જામનગર) પોલીસ ઝપટે ચડ્યા હતા. આથી પોલીસે તમામના કબજામાંથી રોકડા રૂપીયા 11,220નો મુદામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી આરંભી છે.


Related News

Advertisement
Advertisement