જામનગરમાં ભાજપ- કોંગ્રેસની શહિદ વંદના

23 March 2023 02:51 PM
Jamnagar
  • જામનગરમાં ભાજપ- કોંગ્રેસની શહિદ વંદના

જામનગર તા.23: જામનગર શહેરમાં આજે શહિદદિન નિમિત્તે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રૂટીન મુજબ શહિદ વંદનાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

જામનગરમાં આજે શહિદ દિન નિમિત્તે દેશની આઝાદી માટે પોતાનું જીવન બલિદાન કરનાર યુવા શહિદોની શહાદતને યાદ કરવામાં આવી હતી. જામનગર શહેર ભાજપ દ્વારા હવાઇચોકમાં આવેલ શહિદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચી શહિદ ભગતસિંહ અમર રહોના નારા સાથે તેઓને ફુલહાર કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા, મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનિષ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટર અરવિંદ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા, યુવા પાંખના દિલીપસિંહ જાડેજા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ જ રીતે શહેર કોંગ્રેસ દ્વારા પણ શહિદવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર પ્રમુખ જ કોઇ કારણસર ગેરાહજર રહ્યા હતા. વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચના નંદાણીયા, જૈનબ ખફી, કાસમ જોખિયા, મહામંત્રી ભરતવાળા તથા સિનિયર આગેવાન પ્રવિણ જેઠવા વિગેરે હાજર રહ્યા હતા.


Advertisement
Advertisement