જામનગર તા.23:
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની જવાબદારી સંભાળતી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં સિવિલ વિભાગમાં મંજૂર થયેલા 56 ના મેહકમમાંથી 32 જગ્યાઓ ખાલી પડી છે જ્યારે યાંત્રિક વિભાગમાં કાર્યપાલક ઇજનેર સહિત 30 જગ્યાઓ ટેકનિકલ સ્ટાફસહિત ખાલી પડી છે આમ મહત્વની જગ્યાઓ ખાલી હોવાને લઈને પાણી વિતરણ સહિતની કામગીરીનું ભારણ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર વધતું જાય છે આમ ખાલી પડેલી જગ્યાઓ ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું પાણી પુરવઠા બોર્ડ ગબડાવી રહ્યું છે
જામનગર પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં બે વિભાગ આવેલા છે એક સિવિલ વિભાગ આવેલો છે અને બીજો યાંત્રિક વિભાગ આવેલો છે આમ જોઈએ તો સિવિલ વિભાગમાં કુલ મંજૂર થયેલું મહેકમ 56 નું છે જેમાંથી 32 જગ્યાઓ ખાલી પડી છે આ ખાલી જગ્યાની વાત કરીએ તો ટેક્નિકલ શાખામાં મદદનીશ ઇજની એક જગ્યા ખાલી છે ઓવરસીયરની એક જગ્યા ખાલી છે ટ્રેસરની 10 જગ્યાઓ ખાલી છે. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક ની જગ્યા એક એક ખાલી છે જુનિયર ક્લાર્કની બે જગ્યા ખાલી છે અને છ પટાવાળા ની જગ્યા ખાલી છે આમ 32 જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે.
જ્યારે પાણી પુરવઠા વિભાગમાં યાંત્રિક વિભાગ વિશેષ જ્વબદારી હોય છે. જામનગર યાંત્રિક વિભાગમાં તો કાર્યપાલક ઈજનેરની મહત્વની પોસ્ટ જ ખાલી પડી છે તે જ રીતે મદદનીશ ઈજનેર 6 જગ્યા ખાલી છે અધિક મદદનીશ ઇજનેરની પાંચ જગ્યા ખાલી છે ભૂસ્તરશાસ્ત્રીની ત્રણ જગ્યા ખાલી છે.ક્લીકર સ્ટાફ મા જુનિયર ક્લાર્ક ની એક એક જગ્યા ખાલી છે સિનિયર ક્લાર્ક ની ચર્ચા ચાર જગ્યા ખાલી છે જુનિયર ક્લાર્કની છ જગ્યા ખાલી છે અને ત્રણ પટાવાળા ની જગ્યા પણ ખાલી પડી છે આમ યાંત્રિક વિભાગમાં મંજુર થયેલું મહેકમ 37 નું છે પરંતુ તેમાંથી માત્ર સાત જ જગ્યા ભરેલી છે જ્યારે 30 જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે આમ મહત્વની પાણી પુરવઠા બોર્ડની કચેરી ની અંદર જ ઉત્તર જ આ પ્રકારની વર્ગ એક બે અને ત્રણ ની ખાલી જગ્યાઓ પડી હોય ત્યારે આ ખાલી જગ્યાનો ચાર્જ અધિકારીઓને આપીને ગાડું પાણી પુરવઠ ગબડાવી રહ્યું છે
આવનારા સમયમાં ઉનાળાની સિઝનમાં પાણી પુરવઠા બોર્ડની આ મહત્વની જગ્યાઓ ભરવામાં આવે તે જરૂરી છે હાલ તો આ ખાલી જગ્યાઓ ને કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓ અને એપ્રેન્ટીસ ને આધારે અને ઇન્ચાર્જ અધિકારીઓને આધારે વહીવટ ચલાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે