બેબીલેન્ડ સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

23 March 2023 02:58 PM
Jamnagar
  • બેબીલેન્ડ સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

નાના બાળકોના સર્વાંગી વિકાસમાં 35 વર્ષ પુરા કરતી 2 થી 5 વર્ષના બાળકોની બેબીલેન્ડ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ હાલમાં સુમેર કલબ ખાતે યોજાઇ ગયો. વિશાળ ગ્રાઉન્ડમાં વાલીઓની હાજરીમાં નાના બાળકોનુ પરફોર્મન્સ અદભુત હતુ. મુખ્ય અતિથી તરીકે સ્કવોડ્રન લીડર સુભશ્રી ડેબની ઉપસ્થીતી અને એમનુ પ્રવચન વાલીઓ માટે અત્યંત પ્રેરણાદાયક હતુ. ડો. શાલીન માહેશ્વરી ગેસ્ટ ઓફ ઓનર એ બાળકોના હાડકાના વિકાસ વિષે ખુબજ ઉપયોગી જાણકારી આપી હતી.

ઉત્સાહ સાથે પેટ્રીયોટ્રીક ડાન્સ કરતા બાળકોને જોઇ સમગ્ર વાલીગણ અને આતીથીગણ અભિભૂત થઇ ગયા હતા. આ વાર્ષિક ઉત્સવને સફળ બનાવવામાં સંપૂર્ણ સ્ટાફ અને ટીચર્સએ ખુબ જ મહેનત કરી હતી. બાળકોમાં સોશીયલ સ્કીલ્સ, એકેડેમીક અને ફિઝિકલ ડેવલોપમેન્ટ સાથે સંસ્કારોનું સિંચન કરતી અંગ્રેજી માધ્યમની આ શાળામાં ગુજરાત અને સેન્ટ્રલ બોર્ડના પ્રાઇમરી સેકશન માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. એટલે જ બેબીલેન્ડને પાકા પાયાનું પ્રથમ પગથિયુ કહેવામાં આવે છે.


Advertisement
Advertisement