કેન્સર પીડિત પરિવારોને રાશનકીટનું વિતરણ

23 March 2023 03:00 PM
Jamnagar
  • કેન્સર પીડિત પરિવારોને રાશનકીટનું વિતરણ

જામનગરમાં કેન્સર કેર કાઉન્સીલ દ્વારા કેન્સર પીડિત પરિવારોને રાશનકીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રાશન કીટ વિતરણ કેન્સર કેર કાઉન્સીલના પ્રોજેકટ ચેરમને નૃતા મકવાણાના જન્મ દિવસ નિમિત્તે રાશનકીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યસન મુકિત, જન જાગૃત્તિ અભિયાન પોસ્ટર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્સ્ર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા, પ્રોજેકટ ચેરમેન નૃપાબેન મકવાણા, ડો. જીતલબેન ભટ્ટ, રાહીલ મકવાણા, અર્પિત ધોળકીયા, રમેશભાઈ બારમેડા, નૈનાબેન ચુડાસમા, દિનકરભાઈ ત્રિવેદી, દર્શિકાબેન બાબરીયા પટેલ, મુસ્કાન મકવાણા, કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા, મહિલા પત્રકાર ચાંદનીબેન ઠાકર હાજર રહ્યાં હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Advertisement
Advertisement