જામનગરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં આજે સવારે 9 વાગ્યાના સમયગાળા દરમિયાન ખોડીયાર કોલોનીમાં આવેલ દિવ્યમ કોમ્પ્લેક્સ નજીક બોલેરો અને બે ફોરવીલર વચ્ચે ધડાકાભેર ત્રિપલ અકસ્માત થયો હતો. જેને લઈને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી! પરંતુ અકસ્માતની આ ઘટનાને લઈને ટ્રાંફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને રોડ પર વાહનોના થપ્પા લાગ્યા હતા.