ભરણપોષણની રકમ પતિની મિલ્કતમાંથી ચુકવવા અને પતિની ધરપકડનો આદેશ

23 March 2023 03:09 PM
Jamnagar
  • ભરણપોષણની રકમ પતિની મિલ્કતમાંથી ચુકવવા અને પતિની ધરપકડનો આદેશ

જામનગર તા.23: જામનગરની અદાલતમાં એક મહિલાએ સુરતમાં રહેતા પતિ સામે ચડત ભરણપોષણ વસૂલવા અરજી કરતા અદાલતે પતિની મિલકતમાંથી તે રકમ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અદાલતે પતિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. જામનગરની અદાલતમાં સુરતના મહમદસોયબ સઈદ મુલ્લા સામે તેમના પત્ની હીના અબ્દુલમજીદ દૂધવાલાએ કેસ કરી ભરણપોષણની માંગણી કરી હતી.

અદાલતે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. પરંતુ પતિએ રકમ ચૂકવી ન હતી. આથી પત્નીએ પતિ પાસેથી રૂ31 હજાર ચડત ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. સુરતમાં રહેતા પતિની સામે મહિલાએ કરેલી ભરણપોષણની આ અરજીનો કેસ ચાલી જતાં અદાલતે પતિની મિલકતમાંથી તે રકમ ચુકવી આપવા અથવા પતિની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવાનો સુરત પોલીસ કમિશનરને હુકમ કર્યો છે.


Advertisement
Advertisement