મુંબઇ:તા.23 : શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં સલમાન ખાને પોતાની ફિલ્મ ટાઇગરના પાત્ર સાથે એક કોમિયો કર્યો હતો. હવે ખબર છે કે સલમાન ખાનની ટાઇગર ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ટાઇગર-3માં શાહરૂખ ખાન પઠાનના રોલમાં કોમિયો રોલમાં નજરે પડશે. હવે આ બાબતે જોડાયેલી લેટેસ્ટ ખબર એ છે કે,
ફિલ્મ મેકર આદિત્ય ચોપડા આ ફિલ્મ શાહરૂખ ખાન અને સલમાન ખાનનો એકશન સીન ફિલ્માવવા માટે એક વિશાળ સેટનું નિર્માણ કરશે. પ્રોડયુસર આદિત્ય ચોપરા અને નિર્દેશક મનીષ સીન્સને ફિલ્મનું મોટી સરપ્રાઇઝ એલિમેન્ટ બનાવવાની યોજના કરી છે. સુત્રો જણાવે છે કે, આ માટે સેટ પર કામ શરૂ થઇ ગયું છે. પણ તેમાં ઘણો સમય લાગશે.
સીન શુટમાં લગભગ 45 દિવસ લાગશે. જેમાં સલમાન અને શાહરૂખ જબરદસ્ત એકશન કરવા માટે તૈયાર છે. જયારે સલમાન શાહરૂખ ખાનની મદદે કરવા પઠાનમાં દેખાયો તો સિનેમા ઘરોમાં ખળભળાટ મચી ગયો હતો અને ફેન્સ પાગલ થઇ ગયા હતા. હવે મેકર્સ તેને ટાઇગર-3માં રિપીટ કરવા તૈયાર છે. ટાઇગર-3માં જોયાના રોલમાં કેટરીના કેફ અને ખલનાયક તરીકે ઇમરાન હાશમી પણ નજરે પડશે.