મુંબઈ: ફિલ્મ ‘સ્ત્રી-2’માં વરૂણધવન કેમિયો રોલમાં નજરે પડશે.ફિલ્મનાં ડાયરેકટર અમર કૌશીકે ‘સ્ત્રી પાર્ટ-2’ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.પાર્ટ-2 ની વાર્તા સહીત બધી બાબતો ફાઈનલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં શ્રધ્ધાકપુર જ છે અને પંકજ ત્રિપાઠી પણ ફિલ્મમાં છે. દરમ્યાન કોમેડીનો વઘાર કરી વરૂણ સરપ્રાઈઝ એન્ટ્રી કરશે.
વરૂણ ધવન આ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકામાં છે જે ફિલ્મના સેક્ધડ હાફમાં દેખાશે જે મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રદ્ધાની મદદ કરશે. અમર કૌશીકની ‘ભીડીયા’ ફિલ્મ ભલે બોકસ ઓફીસ પર અપેક્ષા મુજબ ન ચાલી હોય પણ ‘સ્ત્રી’ની સિકવલથી તેમને ઘણી આશાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપુરની ‘તુ જુઠ્ઠી મૈં મકકાર’ હોલ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે.
શ્રધ્ધાકપુર ટુંક સમયમાં જ પોતાની આ નવી ફિલ્મનું શુટીંગ શરૂ કરી દેશે ઉલ્લેખનીય છે કે ‘સ્ત્રી’ફિલ્મ 2018 માં રિલીઝ થઈ હતી તેમાં શ્રધ્ધાકપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રીપાઠી ચમકયા હતા સૌના દમદાર પર્ફોમન્સથી સ્ત્રીએ ટીકીટ બારી પર 129 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કર્યો હતો. સ્ત્રી એક હોરર કોમેડી ફિલ્મ હતી જેમાં એક એકથી ચડીયાતા ટવીસ્ટ લોકોને ફિલ્મ પસંદ આવી હતી. તેના ગીતો પણ લોકપ્રિય થયા હતા.