નવી દિલ્હી: અમેરિકાએ હવે તેમના દેશમાં જોબ-નોકરી મેળવવા ઈચ્છતા વિદેશીઓ માટે વિસા નિયમ વધુ સરળ કર્યા છે. બીઝનેસ કે ટુરીસ્ટ વિઝા બી-વન અથવા બી-ટુ વિસા પર અમેરિકાની મુલાકાત લેનાર હવે આ દેશમાં જોબ માટે અરજી કરી શકશે. ઈન્ટરવ્યુ પણ આપી શકશે પણ જો તમને નોકરીનો ઓફર લેટર આપે તો તેણે તુર્ત જ જોબ-વિસા માટે અરજી કરવી પડશે.
બી-1 અને બી-ટુ વિસા સામાન્ય રીતે ખૂબ જ સરળતાથી અપાય છે જેને બી-વિસા તરીકે ઓળખવામાં આવે છે અને અમેરિકામાં પ્રવાસ કે મુલાકાતમાં આ વિસા તો સૌથી વધુ ઉપયોગ થાય છે. ટુંકાગાળાની વ્યાપારીક મુલાકાત માટે બી-વન વિસા અપાય છે અને જે ટુરીસ્ટ તરીકે અમેરિકામાં ફરવા જવા માંગતા હોય તેવો બી-ટુ વિસા પર જઈ શકે. અમેરિકી સીટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસ દ્વારા હવે જવા માટે એક ખાસ જહેરાત કરવામાં આવી છે. એ પણ જણાવ્યુ કે નોન-માઈગ્રેન્ટ વર્કરને જો લે ઓફ આપવામાં આવે તો તેઓને વિકલ્પ ખબર હોતી નથી અને તેઓને 60 દિવસમાં અમેરિકા છોડવું પડશે
તેવું માને છે. હવે અમેરિકામાં લે ઓફના સમયમાં રોજ હજારોને નોકરીમાંથી છુટા કરાયા છે તો તે ફકત 30 દિવસમાં નવી જોબ શોધવી અશકય જેવું છે. આ સમયે તેઓ પોતાના વિસા સ્ટેટસ ફેરફાર માટે અરજી કરી શકે છે અને તેઓનો 60 દિવસ બાદ કેસ-ટુ કેસ વધુ 60 દિવસનો ગ્રેસ પીરીયડ અપાશે અને તેમ છતાં જો તે નવી જોબ કે ઈન્ટરવ્યુમાં નિષ્ફળ જાય તો અમેરિકા છોડવુ પડશે.
આ સ્થિતિમાં બી-વન-બી-ટુ વિસામાં તમો જોબ શોધી ઈન્ટરવ્યુ આપી શકશે અને ઓફર લેટર મેળવીને પછી જોબ વિસાની અરજી કરી શકશે અને તે સ્ટેટસ મંજુર થયા બાદ જ તે નવી જોબ શરૂ કરી શકશે. અમેરિકામાં લે આફ બાદ જે રીતે ત્યાં કામ કરતા ભારતીય સહિત તે માટે મુશ્કેલી સર્જાઈ છે. તેઓ માટે આ એક રાહત હશે.