વોશિંગ્ટન તા.23 : પૃથ્વી પર સતત વધતી જતી વસ્તી વચ્ચે હવે આગામી સમયમાં પૃથ્વી પરના ખનીજ તત્વોનો પુરેપુરો ઉપયોગ થઈ જાય તેવી શકયતા છે તે સમયે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ તેના એક મિશનથી ઘટ્ટસ્ફોટ કર્યો છે કે મંગળ અને જયુપીટરના ગ્રહો વચ્ચે 16 ઉલ્કાઓ એવી છે કે જે લોહ, નિકલ તથા સોનાનો જબરો ભંડાર ધરાવે છે
અને તેની કુલ કિંમત 10 હજાર કવાડ્રીલીયન સમાન છે. નાસાના જણાવ્યા મુજબ આ એસ્ટોરાઈઝ લગભગ 140 મીટરની ડાયામીટરની છે અને તે ખડતાળ તેમજ હિમપર્વતોની બનેલી છે પરંતુ તેની ખોદકામ થઈ શકે તેમ છે. આ ઉલ્કાઓને ગ્રીક દેવીનું નામ અપાયું છે અને અહી ચાર કલાકનો દિવસ હોય તે રીતે તે ભ્રમણ કરી રહે છે. નાસા દ્વારા 2022માં આ ઉલ્કાઓની શોધ કરવામાં આવી હતી અને આગામી વર્ષ સુધીમાં તે ફરી એક મિશન પર જાય તેવી શકયતા છે.