આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મોબાઈલ એપ લોન્ચ કરી

23 March 2023 04:03 PM
Business India
  • આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મોબાઈલ એપ લોન્ચ કરી

TDS, ડિવિડન્ડની આવક વિશે માહિતી મળશે

દિલ્હી, તા.23 : આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા કરદાતાઓ મોબાઈલ પર TDS સહિત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) જોઈ શકશે.આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું કે તે કરદાતાઓને સ્ત્રોત પર કર કપાત / સ્ત્રોત પર એકત્રિત કર, વર્ષમાં કમાયેલ વ્યાજ, ડિવિડન્ડ અને શેર ડીલ્સ, GST ડેટા, વિદેશી રેમિટન્સ વગેરે વિશે વ્યાપક માહિતી પ્રદાન કરશે.

આ સાથે આવકવેરાદાતાઓને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ નવી મોબાઈલ એપ દ્વારા કરદાતાઓ વાર્ષિક માહિતી નિવેદન (AIS)/કરદાતા માહિતી નિવેદન (ઝઈંજ) માં ઉપલબ્ધ માહિતી જોઈ શકશે.વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, , ‘AIS ફોર ટેક્સપેયર્સ’ (AIS for Taxpayer) એક મોબાઈલ એપ્લિકેશન છે. તે આવકવેરા વિભાગ દ્વારા મફત આપવામાં આવે છે અને તે Google Play અને App Store પર ઉપલબ્ધ છે.

એક નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એજણાવ્યું હતું કે, એપનો ઉદ્દેશ્ય કરદાતાને AIS/TIS વિશે માહિતી પૂરી પાડવાનો છે. તે કરદાતા સંબંધિત વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત માહિતી આપે છે.ગૂગલ પ્લે સ્ટોર પર કરદાતાઓ માટે AIS ટાઇપ કરવાથી એપ મળી જશે ત્યારબાદ લોગીન કરવા માટે તમારો ઙઅગ નંબર અને જન્મ તારીખ દાખલ કરવી. PAN નંબર સાથે લિંક મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ લખવું. મોબાઈલ અને ઈમેલ પર OTP આવશે ત્યારબાદ મોબાઇલ સિક્યોરિટી પિન બનાવવો આના વિના એપ ખુલશે નહીં.


Related News

Advertisement
Advertisement