નવીદિલ્હી તા.23 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ફરી એકવાર સૌથી ભારતીય અમીર બની ગયા છે અને વિશ્વનાં ટોપ-ટેન ધનિકોમાં પણ સામેલ થઈ ગયા છે. એમ થ્રી એમ, હુરૂન ગ્લોબલ રિચલિસ્ટમાં આ માહિતિઅપવામાં આવી છે. વિશ્વના ટોપ ટેન ધનિકોમાં મુકેશ અંબાણી નવમાં ક્રમે છે. જો કે તેઓની નેટવર્થ 20 ટકા ઘટીને 82 અબજ ડોલર પર આવી ગઈ છે.
જયારે અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિડન બર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓનાં કામકાજમાં આંગળી ચિંધાયા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ 60 ટકા ઘટી ગઈ છે. માર્ચનાં મધ્યમાં અદાણીની સંપતિ 53 અબજ ડોલર રહી ગઈ હતી ગૌતમ અદાણી વિશ્વના સૌથી વધુ ધનિકોની યાદીમાં બીજા નંબરેથી સીધા 23માં ક્રમે આવી ગયા છે.